ઈદ મુબારક – इद मुबारक – Eid Mubarak

ઈદ મુબારક – इद मुबारक – Eid Mubarak

ALPA UNADKAT - EID

हवा को खुश्बू मुबारक,
फिजा को मौसम मुबारक
दिलों को प्यार मुबारक
आपको हमारी तरफ से इद मुबारक!
– अल्पा ऊनडकट

જગન્‍નાથજીની રથયાત્રા – અલ્પા ઉનડકટ

જગન્‍નાથજીની રથયાત્રા

જુનાગઢમાં શ્રી જગન્‍નાથજીની રથયાત્રા સંતો-મહંતોના હસ્‍તે ‘પહિન્‍દ’ વિધી કરાશે

પરંપરાગત રીતે અષાઢી બીજનાં દિવસે નીકળતી ભગવાન જગન્નાથજીની શોભાયાત્રા આ વરસે પણ ૧૩ મી રથયાત્રાના સ્‍વરૂપે ભગવાન જગન્નાથજી મહોત્‍સવ સમિતિના નેજા હેઠળ નીકળશે.

 ALPA UNADKAT 001ALPA UNADKAT 002

જુનાગઢમાં ગંધ્રપવાડા સ્‍થીત જગન્નાથજી મંદિરમાં બીરાજમાન ભગવાન જગન્નાથજી, બાલભદ્રજી અને સુભદ્રાદેવીજીની પ્રતિમાઓ પુરીના મુખ્‍ય મંદિરમાં બીરાજમાન મુર્તિઓની કાસ્‍ટ પ્રતિકૃતી હોવાથી જુનાગઢના દર્શન પણ પુરીના જગન્નાથજીના દર્શન જેવો પુણ્‍ય લાભ આપનાર હોવાનું મનાય છે.

જગન્નાથજી મંદિર ખાતેથી અષાઢી બીજ તા. ૧૮-૭-૧પ શનીવારે બપોરે ચાર વાગ્‍યે શરૂ થનારી રથયાત્રા પુર્વે સંતો-મહંતો અને શહેરના આગેવાનો પવિત્ર ‘પહિન્‍દ’ વિધી અને રથનું પૈંડુ સિંચવા જેવી ધાર્મિક પરંપરાનો લાભ લેશે.

રથયાત્રા જગન્નાથજી મંદિરથી શરૂ થઇને ભગવાનની નગર ચર્ચાના રૂપમાં સમગ્ર શહેરમાં ફરશે. રથયાત્રાના રૂટ ઉપર પાણી, સરબત અને પ્રસાદીનું વિતરણ કરવામાં આવશે. નીજ મંદિરે રથયાત્રા પરત ફર્યા બાદ હાટકેશ મંદિરે ભાવિકોને મહાપ્રસાદનો ધર્મ લાભ અપાશે.

મહંત શેરનાથજીબાપુ, ઇન્‍દ્રભારતીબાપુ, જૈનમુનિ હેમવલ્લભ મહારાજ સાહેબ, સ્‍વામી ભકિત પ્રકાશદાસજી, મહંત ગણતગીરીબાપુ, વસંતગીરીબાપુ, રામદાસબાપુ, સાંસદ રાજેશભાઇ ચુડાસમા, મહેન્‍દ્રભાઇ મશરૂ, મેયર જીતુભાઇ હીરપરા, ગીરીશભાઇ કોટેચા, સંજયભાઇ કોરડીયા, નીલેશભાઇ ધુલેશીયા તથા કોંગી અગ્રણી જેઠાભાઇ જોરા ઉપસ્‍થિત રહેશે. આ રથયાત્રાનો લાભ લેવા પ્રમુખશ્રી તનસુખગીરીબાપુએ અનુરોધ કરેલ છે.

જુનાગઢમાં ભગવાન જગન્નાથજીની મહોત્‍સવ સમિતિના નેજા હેઠળ અષાઢી બીજના પાર્વ પર્વ નીમિતે નીકળનારી રથયાત્રામાં મહોત્‍સવ સમિતિના પ્રમુખશ્રી મોટા પીરબાવા તનસુખગીરી બાપુ, મંત્રીશ્રી વિજયભાઇ કીકાણી, પી. ટી. પરમાર, વિરેન શાહ, જનકભાઇ પુરોહીત સહિતના હોદેદારો દ્વારા કરવામાં આવેલ વ્‍યવસ્‍થા વચ્‍ચે બપોરે અઢી વાગ્‍યે યોજાનારી રથયાત્રાના ઉદઘાટનમાં ઉદઘાટક તરીકે મહંત ગોપાલનંદજીબાપુ, મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીબાપુ, મોટી હવેલીના પ.પૂ. ૧૦૦૮ કિશોરચંદ્રજી મહારાજ સાથે કલેકટર શ્રી આલોકકુમાર પાંડે, ડી. ડી. ઓ. અજય પ્રકાશ, એસ. પી. સૌરભ તોલંબીયા, કમીશ્નર રાજેન્‍દ્ર ત્રિવેદી ઉપસ્‍થિત રહેશે.                              – અલ્પા ઉનડકટ

જગન્‍નાથજીની રથયાત્રા – અલ્પા ઉનડકટ

મિત્રો અત્‍યન્‍ત દુખ સાથે જણાવવાનું કે,

મિત્રો
અત્‍યન્‍ત દુખ સાથે જણાવવાનું કે, કોંગ્રસ ૫ક્ષ જ્ચારે ૫ણ કહે છે. ત્‍યારે લોકોના હીતની વાત હોય તો તેની મજાકના કરશો. અમારું ખરાબ બોલશો તો વાંધો નથી. ૫ણ જયારે લોકો માટે કામ કરતા હોઈએ ત્‍યારે મહેરબાની કરી ખોટી કોમેન્‍ટ ના કરશો. અત્‍યારે મળતા સમાચાર મુજબ સૌરાષ્‍ટ્રના બે ૫રીવારના મોભી ધરતીપુત્રો વાવેતર નિષ્‍ફળ જતાં સૌરાષ્‍ટ્રના બે ખેડૂતોના આપઘાત, દેણા કરી બિયારણ વાવ્‍યું પણ વરસાદ ખેંચાયોને જ્‍યાં વરસાદ પડયો ત્‍યાં ધોવાણ થઈ ગયું બોલો અને નિચેના સમાચારો વાચવા નમ્ર વિનંતી……

સર્વત્ર વરસાદ ખેંચાતા બિયારણ નિષ્‍ફળ ગયું છે તો થોડા દિવસ પહેલા પડેલા ભારે વરસાદથી જમીન ધોવાઇ જતા – ખેડૂતો ભારે મુશ્‍કેલીમાં મૂકાયા છે ત્‍યારે આજે સૌરાષ્‍ટ્રમાં બે ખેડૂતોએ આપઘાત કરી લેતા અરેરાટી વ્‍યાપી ગઇ છે અને આગામી દિવસોમાં કેવી સ્‍થિતિ સર્જાશે તે અંગે ચિંતા ઉભી થઇ છે.
મેઘના વિપુલ હિરાણી દ્વારા મળતા અહેવાલ મુજબ સમગ્ર સૌરાષ્‍ટ્રની સાથોસાથ ગોહિલવાડમાં પડેલા ધોધમાર વરસાદ બાદ છેલ્લા વિસેક દિવસથી વરસાદે વિરામ લીધો છે. શરૂઆતમાં સારા વરસાદથી ખેડૂતોએ મોંઘુદાટ બીયારણ લાવી વાવણી કરી દીધી હતી, પરંતુ વાવણી કર્યા બાદ વરસાદ નહી પડતા અને ઉનાળા જેવી ગરમી પડતા ખેતરોમાં મોંઘુદાટ બિયારણ નિષ્‍ફળ જવાની દહેશત વ્‍યકત કરાઈ રહી છે ત્‍યારે ધરતીપુત્રો ઘેરી ચિંતામાં પડી ગયા છે.
ભાવનગરમા ફુલસર લક્ષ્મીનગર ખાતે રહેતા હિંમતભાઈ ધરમશીભાઈ સોલંકી (ઉ.વ.૪૬) નામના ખેડૂતે પણ મોંઘુદાટ બિયારણ લાવી માથે લેણુ કરી વાવણી કરી હતી પરંતુ વરસાદ ખેંચાતા તેના ખેતરમાં પાક નિષ્‍ફળ જતા અને માથે લેણુ થઈ જતા આખરે તેને તેના રહેણાકી મકાનમાં છત સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત વ્‍હોરી લીધો હતો. આ અંગે તેના ભાઈ ધીરૂભાઈ ધરમશીભાઈ સોલંકીએ ડિ-ડિવીઝન પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્‍થળે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી.
આમ ભાવનગરમાં વરસાદ ખેંચાતા બિયારણ નિષ્‍ફળ જતા લેણુ વધતા ખેડૂતે આપઘાત કર્યો હતો.
દરમિયાન કોડીનારના પ્રતિનિધિ અશોક પાઠકના અહેવાલ મુજબ કોડીનાર તાલુકાના આલીધર ગામના કારડીયા રજપૂત ખેડૂત ભાણાભાઇ કચરાભાઇ (ઉ.વ.૪૬) એ ખેતીની જમીનનું ધોવાણ થતાં પોતાના ઘરે ગળેફાંસો ખાઇને આપઘાત કરી લેતા અરેરાટી મચી ગઇ છે. આ ખેડૂતની જમીનનું ભારે પૂરમાં ધોવાણ થઇ જતા આ પગલુ ભરતા પરિવારમાં શોક છવાયો છે. આ અંગે તપાસ જમાદાર એન.બી.પરમાર ચલાવી રહ્યા છે.
(અકિલા દૈનિકના સૌજન્‍ય થી)…….

ધારાસભ્‍ય ૫રેશ ધાનાણી ઉપવાસી છાવણી

અમરેલી માટે રાહત પેકેજ જાહે૨ ક૨વા સરકાર સામે ભભૂકતો રોષ

ધારાસભ્‍ય ૫રેશ ધાનાણી ઉપવાસી છાવણીમાં પીડિત લોકો અને કોંગી દિગ્‍ગજોનું આગમન

 Alpa Unadkat 006 Alpa Unadkat 001 Alpa Unadkat 002 Alpa Unadkat 003 Alpa Unadkat 004 Alpa Unadkat 005

અમરેલી, કુંકાવાવ, વડીયા પંથકમાં કરોડો રૂપિયાનું નુકશાન થયું છતાં ૫ણ રાજય સ૨કા૨ રાહત પેકેજ જાહે૨ ક૨વા માટે ચોઘડીયાની રાહ જોતી હોય અમરેલીનાં કોંગી ધારાસભ્‍ય ૫રેશ ધાનાણીએ અનશન આંદોલન શરૂ ક૨તાં તેને પ્રચંડ સમર્થન મળી રહ્યું છે.

સહિતનાં સેંકડો આગેવાનો ૫ણ સમર્થન આ૫વા ઉમટી ૫ડયા હતા. ઉભુ થવા પામી રહ્યું છે. રાજયભરના જિલ્લા કોંગી પ્રમુખ અને આગેવાનો કલેકટ૨ને રૂબરૂ મળીને યોગ્‍ય ક૨વા માંગ કરી છે.

ધારાસભ્‍ય ધાનાણીની સાથે ગુજરાત કોંગ્રેસ ૫ક્ષના તમામ આગેવાનો અને જિલ્લા ખેડૂત હિત ૨ક્ષક સમિતીનાં ૫ણ આંદોલન દ૨મિયાન ઉ૫વાસ કરી ૨હૃII છે. જિલ્લાભ૨માંથી કોંગી આગેવાનો આ ઉ૫વાસી છાવણીની મુલાકાત લઈ ૨હ્યા હોય સ૨કા૨ સામે રોષનું વાતાવ૨ણ ઉભુ થવા પામેલ છે. અમરેલીથી રાહત પેકેજની શરૂ થયેલ લડાઇ હવે ગુજરાત પ્રદેશ અને ત્‍યાંથી આગળ કેન્‍દ્ર સ૨કા૨ સુધી ૫હોચી જશે તેમ ધારાસભ્‍ય ૫રેશ ધાનાણીએ જણાવ્‍યું હતું.

અમરેલી જિલ્લામાં તાજેત૨માં પુ૨ હોના૨ત થતાં હજારો લોક તેના ભોગ બન્‍યા છે. ત્‍યારે આવા અસ૨ગ્રસ્‍ત લોકો માટે ખાસ રાહત પેકેજની માંગણી સાથે ધારાસભ્‍ય ૫રેશ ધાનાણી, ખેડુત હીત ૨ક્ષક સમિતિ અત્રેનાં ડો. જીવરાજ મહેતા ચોક ખાતે અન્‍નનો ત્‍યાગ કરી ઉ૫વાસ ઉ૫૨ બેઠા છે. તેમ છતા રાજય કે કેન્‍દ્રની ભાજ૫ સ૨કા૨ દ્વારા કોઈ જ રાહત પેકેજની જાહેરાત ન ક૨તા હવે આંદોલન વધુ ઉગ્ર બનવાનાં એંધાણ જોવા મળી ૨હયા છે.

આ છાવણીની આજ રોજ મુલાકાત લેવામાં સિધ્‍ધાર્થભાઈ ૫ટેલ, ચેતનભાઈ રાવલ, જુનાગઢ જીલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ શ્રી રણજીત પરમારના નેતૃત્વમાં પ્રતિનિધી મંડળના અમરેલીને સંપુર્ણ સહયોગના વિશ્વાસ બદલ ભાઇ પરેશભાઇ સર્વનો આભાર વ્યક્ત કર્યો હતો. જુનાગઢના પુર્વ મ્યુનિસીપલ કાઉન્સીલર અને પ્રદેશ મહિલા મહામંત્રી અલ્પાબેન ઉનડકટ પણ આ સમયે ઉપસ્થિત હતાં. જુનાગઢ યુવક કોંગ્રેસ અને અગ્રણીઓએ આજે અમરેલી ખાતે ઉપવાસી અને અધિકારની લડતનું રણશિંગું ફુંકનાર ભાઇ પરેશ ધાનાણીની મુલાકાત લઇ સંપુર્ણ સહયોગનો વિશ્વાસ આપેલ છે.

ત્‍યારની તસ્‍વીરો – અલ્પાબેન ઉનડકટ (A M Unadkat)

 

લેખિકા કાજલ ઓઝા વૈદ્ય સાથે

જૂનાગઢ શહેરમાં તા. ૨૬-૦૬-૨૦૧૫ના રોજ જીઓ જીંદગી જી ભર કે નામનો કાર્યક્રમ જે સી આઇ મહિલા પાંખ દ્વારા શામળદાસ ગાંધી ટાઉનહોલ ખાતે રાત્રીના ૯-૦૦ કલાકે યોજવામાં આવેલ હતો. સુપ્રસિદ્ધ લેખિકા કાજલ ઓઝા વૈદ્ય કે જેમણે પોતાના વિચારોથી નાના-મોટા, અબાલ-વૃદ્ધ સૌને પ્રભાવિત કર્યા છે. તેવા આદરણીય મહીલા સાથે યાદગાર તસ્‍વીર. – અલ્‍પા ઉનડકટ

IMG-20150627-WA0059

Alpa unadkat 008

Alpa unadkat 007

શ્રી કાજલ ઓઝા વૈદ્ય

કાજલ ઓઝા-વૈદ્ય (૨૯ સપ્ટેમ્બર, ૧૯૬૬)એ જાણીતા ગુજરાતી સાહિત્યકાર છે. તેમનો મુંબઇ ખાતે થયો હતો. તેમના પિતાનુ નામ દિગંત ઓઝા છે અને તેઓ ફોટોગ્રાફર સંજય વૈદ્ય સાથે પરણ્યા છે.

કાજલ ઓઝા-વૈધે તેમની સ્નાતકની ઉપાધી અંગ્રેજી અને સંસ્કૃત વિષય સાથે ૧૯૮૬માં ગુજરાત યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત કરી હતી. તેમણે અનુસ્નાતકની ઉપાધી એડવર્ટાઇઝીંગ મેનેજમેન્ટમાં સેંટ ઝેવિયર્સ, મુંબઇ ખાતેથી મેળવી હતી. તેમણે ૭ વર્ષના ટૂંકા સમયગાળામાં ૪૫ પુસ્તકો પ્રકાશિત કર્યા છે કે જેમાં નવલકથાઓ, ટૂંકી વાર્તાઓ, અનુવાદો, નિબંધો, નાટકો અને ૪ ઓડિયો પુસ્તકોના સંગ્રહનો પણ સમાવેશ થાય છે. તેમણે એક લેખક હોવા ઉપરાંત હિન્દી અને ગુજરાતી સિનેમા તેમજ ટેલિવિઝન ક્ષેત્રે કટાર લેખક, કવિ, અભિનેત્રી અને સંચાલક તરીકે પણ યોગદાન આપ્યું છે. આ ઉપરાંત તેમણે ગુજરાત યુનિવર્સિટીમાં અનુસ્નાતક કક્ષાના સ્ક્રિપ્ટ લેખન વિષયમાં મુલાકાતી શિક્ષક તરીકે કાર્ય કર્યુ છે.

 

એવોર્ડ

૧૯૮૧: નેશનલ એવોર્ડ અને નિબંધ લેખન માટે “સંસ્કાર ચંદ્રક”

૧૯૮૨: નેશનલ એવોર્ડ અને ટૂંકી વાર્તા લેખન માટે “સંસ્કાર ચંદ્રક”

૧૯૮૧-૮૨/૧૯૮૨-૮૩: શ્રેષ્ઠ અભિનેત્રી એવોર્ડ, ગુજરાત યુનિવર્સિટી યુથ ફેસ્ટીવલ

 

પત્રકારત્વ

 

સંદેશ

ગુજરાત ડેઇલી

લોકસત્તા-જનસત્તા

ઈન્ડીયન એકસપ્રેક્ષ ,મુંબઇ

અભિયાન

સમકાલીન

સંભવ

જૂનાગઢ અસ્મિતા ગૃ૫ની મહિલાઓએ બચત કરીલ રકમ બગસરાના પુર પીડિતોને મદદ માટે વાપરી

Asmita Woman Group Junagadh

બગસરા
મહિલાઓ પુરુષ સમોવડી બનીને ખેતરથી લઇ આકાશમાં ઉડવા સહીત કોઈ ક્ષેત્ર બાકી નથી ત્યારે જરૂર પડ્યે આ જ મહિલા શક્તિ મદદ માટે પણ પાછી પાણી નથી કરતી, આવા જ એક મહિલાઓના જુનાગઢના ગ્રુપે બગસરા માં વરસાદે વેરેલી તારાજી માં અસરગ્રસ્ત પરિવારને અતિ જરૂરિયાત એવા સ્ટવ (પ્રાઈમસ)ની મદદ કરી અનેક કુટુંબોને સહાય રૂપ બની હતી, ગત 24 તારીખે બગસરામાં પડેલા સુપડાધાર વરસાદે ગામ આખામાં પાણી પાણી કરી દીધું હતું, અનેક મકાનો ડૂબી ગયા હતા અને પડી પણ ગયા હતા, ઘર વખરી તણાઈ ગઈ હતી તેવા પરિવારને રસોઈ ક્યાં બનાવી એ પણ મોટો પ્રશ્ન હતો આવા સમયે જૂનાગઢની “અસ્મિતા ધ પ્રાઉડ ઓફ વુમન”ની સુખી સંપન ઘરની મહિલાઓ એ તેમના પતિઓ પાસે થી મદદ માંગ્ય વગર પોતાની એકઠી કરેલી બચત એકત્ર કરી બગસરાના અતિ જરૂરિયાત વાળા નદી પરા વિસ્તાર તેમજ બસ સ્ટેન્ડ નજીક આવેલા દલિત વિસ્તારમાં રૂબરૂ જઈ સ્ટવ (પ્રાઈમસ) આપી અનેક પરિવારના રસોડામાં રસોઈ બની સકે તેવી ઉમદા સેવા આપી મહિલાઓ એ પુરુષ સમોવડી કહેવત ને સાર્થક તો કરી જ છે પરંતુ પોતાની મહામુલી ભેગી કરેલી બચત પુર પીડિતોને મદદ માટે વાપરી નાખી પુરુષ કરતા પણ સવાઈ સાબિત થઇ છે, આ પુરુષ કરતા સવાઈ મહિલાઓમાં “અસ્મિતા ધ પ્રાઉડ ઓફ વુમન” ના ચેરમેન અંજલીબેન સાવલિયા, સાધનાબેન નિર્મળ, રૂતીકાબેન નિર્મળ, અલ્કાબેન ઉપાધ્યાય, સરોજબેન ઠાકર, પુજાબેન લાઠીગરા, દમયંતીબેન રાજપરા, આરતીબેન જોશી, ભ્રુગુતાબેન જોશી, હીનાબેન ભેરવાની, ચેતનાબેન પાણેરી, રૂપલબેન લખનાની, બીનાબેન ધામેચા, માલિનીબેન વસાવડા, અલ્કાબેન વૈધ, મનીષાબેન ગોધાણી, ખુશ્બુબેન વ્યાસ, અમીબેન સોની, પૂર્વીબેન સાદરાની, જયશ્રીબેન વેકરીયા, હર્ષાબેન શેઠ, નિશાબેન કારિયા તેમજ અલ્પાબેન ઉનડકટએ બગસરાના નદીપરા વિસ્તાર તેમજ બસ સ્ટેન્ડ નજીક આવેલા દલિત વિસ્તારમાં ફરી જાતે જ બધા અસરગ્રસ્તો ને મળ્યા હતા તેમજ દરેક પુર પ્રભાવિત ઘરોમાં પ્રાઈમસ આપી જૂનાગઢની અસ્મિતા વુમન ગ્રુપની બહેનોએ પોતાની બચત અને પગાર સહિતની રકમ એકત્ર કરી પોતાના પતિઓની પણ મદદ લીધા વગર પુર પીડિતોની મદદ કરવા બગસરા પહોચી ગયા હતા…

ગ્રામ્ય અને જિલ્લાસ્તરે પ્રજા ત્રાહિમામ છે. ત્યારે પ્રજાને પડખે રહી પ્રજાના પ્રશ્નો ઉકેલવા ઉગ્ર કાર્યક્રમો યોજવા જણાવ્યું છે. આ આવેદન ૫ત્રમાં કાળાનાણા, જમીન સંપાદકાશ્‍મીરમાં ૩૭૦મી કલમ, પેટ્રોલ–ડીઝલનો ભાવ વધારો, ભષ્‍ટાચાર સહિતના મુદે સરકારની નિષ્‍ફળતાના વિરોઘમાં આવેદન ૫ત્ર.

ગ્રામ્ય અને જિલ્લાસ્તરે પ્રજા ત્રાહિમામ છે. ત્યારે પ્રજાને પડખે રહી પ્રજાના પ્રશ્નો ઉકેલવા ઉગ્ર કાર્યક્રમો યોજવા જણાવ્યું છે. આ આવેદન ૫ત્રમાં કાળાનાણા, જમીન સંપાદન વટહુકમ, મોઘવારી, દાઉદ અને લખવી જેવા આંતકવાદી, કાશ્‍મીરમાં ૩૭૦મી કલમ, પેટ્રોલ–ડીઝલનો ભાવ વધારો, ભષ્‍ટાચાર સહિતના મુદે જુનાગઢના સાસંદ સરકારની નિષ્‍ફળતાના વિરોઘમાં આવેદન ૫ત્ર.

ગ્રામ્ય અને જિલ્લાસ્તરે પ્રજા ત્રાહિમામ છે. ત્યારે પ્રજાને પડખે રહી પ્રજાના પ્રશ્નો ઉકેલવા ઉગ્ર કાર્યક્રમો યોજવા જણાવ્યું છે. આ આવેદન ૫ત્રમાં કાળાનાણા, જમીન સંપાદન વટહુકમ, મોઘવારી, દાઉદ અને લખવી જેવા આંતકવાદી, કાશ્‍મીરમાં ૩૭૦મી કલમ, પેટ્રોલ–ડીઝલનો ભાવ વધારો, ભષ્‍ટાચાર સહિતના મુદે જુનાગઢના સાસંદ સરકારની નિષ્‍ફળતાના વિરોઘમાં આવેદન ૫ત્ર.

ગ્રામ્ય અને જિલ્લાસ્તરે પ્રજા ત્રાહિમામ છે. ત્યારે પ્રજાને પડખે રહી પ્રજાના પ્રશ્નો ઉકેલવા ઉગ્ર કાર્યક્રમો યોજવા જણાવ્યું છે. આ આવેદન ૫ત્રમાં કાળાનાણા, જમીન સંપાદન વટહુકમ, મોઘવારી, દાઉદ અને લખવી જેવા આંતકવાદી, કાશ્‍મીરમાં ૩૭૦મી કલમ, પેટ્રોલ–ડીઝલનો ભાવ વધારો, ભષ્‍ટાચાર સહિતના મુદે જુનાગઢના સાસંદ સરકારની નિષ્‍ફળતાના વિરોઘમાં આવેદન ૫ત્ર.

IMAGE0003 IMAGE0002

કેન્‍દ્ સરકારની નિષ્‍ફળતાના વિરોઘમાં આવેદન ૫ત્ર

કેન્‍દ્ સરકારની નિષ્‍ફળતાના વિરોઘમાં આવેદન ૫ત્ર

કેન્‍દ્ સરકારની નિષ્‍ફળતાના વિરોઘમાં આવેદન ૫ત્ર

કેન્‍દ્ સરકારની નિષ્‍ફળતાના વિરોઘમાં આવેદન ૫ત્ર

Alpa Unadka-02 Alpa Unadka-03 Alpa Unadkat-00